જામનગર શહેરમાં લાંબા સમય પછી કોરોનાની એન્ટ્રી થવાથી આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય આયુર્વેદિક નર્સિંગ કોર્ષ કરનારી યુવતીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દ્વારા યુવતીને હોમ આઈસોલેશન રાખવામાં આવી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી અને આયુર્વેદિકનો નર્સિંગનો કોર્ષ કરેલી 23 વર્ષીય યુવતીને ખાનગી કંપનીમાં પ્રવેશ માટે કોરોના રિપોર્ટ કરાવાયો હતો. જી.જી.હોસ્પિટલમાં કરવામાં આવેલો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે, અને હાલ આયુર્વેદિક નર્સિંગનો કોર્ષ કરનારી યુવતીને પોતાના ઘેર હોમ આઇશોલેશનમાં રાખવામાં આવી છે. ઉપરાંત પરિવારજનોના અને આજુબાજુના વિસ્તારના રહેવાસીઓના કોરોના ટેસ્ટ ની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે.