Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસિકયોરિટી ગાર્ડ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરનાર દંપતી વિરૂધ્ધ ફરિયાદ - VIDEO

સિકયોરિટી ગાર્ડ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરનાર દંપતી વિરૂધ્ધ ફરિયાદ – VIDEO

જી. જી. હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં શુક્રવારે રાત્રિના સમયે માથાકૂટ : મહિલા દ્વારા છેડતીની ખોટી ફરિયાદ કરવાની ધમકી : તો મહિલાના પતિ દ્વારા પતાવી દેવાની ધમકી

જામનગરની જી.જી. હોસ્પિટલની નવી બિલ્ડિંગ બહાર બધા બોલાચાલી અને ઝઘડો કરતા દંપતીને સમજાવવા જતા સિકયુરીટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાના વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, શુક્રવારે રાત્રિન સમયે જામનગરની જી. જી. હોસ્પિટલની નવી બિલ્ડિંગ બહાર બધા સાથે બોલાચાલી અને ઝઘડો કરતા દંપતીને સિકયોરીટી તરીકે ફરજ બજાવતા ખોડાભાઈ અવસરભાઈ કાસુન્દ્રા દંપતીને સમજાવવા ગયા હતં. તે દરમિયાન બ્લોચ તથા તેમના પત્ની નામના દંપતીએ સિકયોરીટી સાથે જેમ ફાવે તેમ ગાળો કાઢી ઝપાઝપી કરી હતી અને મહિલાએ ‘તમને બધાને હું જોઇ લઇશ અને હું લેડીસ છું જેથી તમે મને હાથ અડાડી તો જુઓ હું તમારા ઉપર છેડતીની ખોટી ફરિયાદ દાખલ કરાવીશ’ તેમ કહી સિકયોરીટી ગાર્ડને ધમકાવ્યા હતાં ત્યારબાદ સિકયોરિટી દ્વારા શખ્સની તલાસી લેતા તેની પાસેથી છરી મળી આવતા શખ્સે સિકયોરિટી ગાર્ડની મારી નખવાની ધમકી અપી હતી. આ સમગ્ર ઘટનાનો તે સમયે વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ દંપતી વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પીએસઆઇ એમ વી મોઢવાડિયા તથા સ્ટાફ દ્વાર દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular