Tuesday, November 12, 2024
Homeરાજ્યહાલારદ્વારકાધીશ મંદિર નજીક ફરજમાં રૂકાવટ સબબ શખ્સ સામે ફરિયાદ

દ્વારકાધીશ મંદિર નજીક ફરજમાં રૂકાવટ સબબ શખ્સ સામે ફરિયાદ

- Advertisement -

દ્વારકામાં જગત મંદિર નજીક પૂર્વ દરવાજા પાસે ટ્રાફિક નિયમન વ્યવસ્થામાં ફરજ પર રહેલા જાબાઝખાન સરફરાઝખાન પઠાણ નામના હોમગાર્ડના યુવાનને અહીંથી નીકળેલા ઉપેશ સુરેશભાઈ ગોહેલ નામના શખ્સ દ્વારા ત્યાંથી રીક્ષા અંદર જવા દેવાનું કહી, જાણી જોઈને ફરિયાદી સાથે બોલાચાલી કરી અને જાહેરમાં બિભત્સ ગાળો કાઢી હતી.

- Advertisement -

આટલું જ નહીં, આરોપીએ તેમને ઢીકા-પાટુનો માર મારી, કાંઠલો પકડીને ઝપાઝપી કરી, યુનિફોર્મ ફાડી નાખ્યો હતો. આ રીતે આરોપી દ્વારા હોમગાર્ડના જવાની ફરજમાં રૂકાવટ કરતા આ અંગે દ્વારકા પોલીસે ઉપેશ સુરેશભાઈ ગોહેલ સામે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરવા સબબ જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular