Saturday, October 12, 2024
Homeરાજ્યસલાયાના યુવાનને બેફામ માર મારી, લૂંટ કરવા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

સલાયાના યુવાનને બેફામ માર મારી, લૂંટ કરવા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા અસલમભાઇ જુનસભાઈ સુંભણિયા નામના 41 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાન ગત તારીખ 30ના રોજ સાંજના સમયે પોતાના બુલેટ મોટરસાઇકલ પર બેસીને તેમના ભાઈના ઘરેથી જઈ રહ્યા હતા ત્યારે, માર્ગમાં એક દરગાહ પાસે સફેદ કલરની મોટરકારમાં બેસીને આવેલા સબીર અબ્દુલ્લા સુંભણિયા અને મોઢે રૂમાલની બુકાની બાંધેલા ત્રણ અજાણ્યા શખ્સોએ અસલમભાઈને અટકાવ્યા હતા.

હાથમાં લોખંડના પાઇપ, છરી તથા લોખંડની પરાઈ સાથે ધસી આવેલા ઉપરોક્ત શખ્સોએ કોઈ દેખીતા કારણ વગર ફરિયાદી અસલમભાઈને આડેધડ માર મારી, તેમના ખીસ્સામાં રહેલા રૂપિયા 40,000 ઝુંટવી લીધા હતા. આરોપી શખ્સો દ્વારા ‘આજે તો તને મારી જ નાખવો છે’ – તેમ કહી, છરી તથા પાઈપ વડે બેફામ માર મારી, ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 394, 341, 506(2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular