દેવભૂમિ દ્રારકા નાં એસપી નિતેશ પાન્ડેનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા જિલ્લામાં ગુમ થયેલ છોકરા છોકરીની શોધ ખોળ કરવા માટે પોલીસનાં જવાનોની વિવિધ ટીમો અજમેર સહિત અન્ય સ્થળે મોકલી હતી અને ટેકનિકલ તેમજ હ્યૂમન રિસોર્સિસ ના માધ્યમ થી ઓખા પોસ્ટ ગત તા. 21-8-2022 ના રોજ ગુમ થનાર જેમસીબેન રાજુભાઈ ધોકિયા જામનગર ખાતે હોવાની હકીકતને આધારે તપાસ કરતા તે રિયાન આરીફ બુખારી સાથે મળી આવતા ખંભાળીયા લાવી તેના માતા પિતા સાથે મુલાકાત કરાવતા તેનાં દ્વારા સમજાટ થી બંને અલગ પડેલ છે અને ગુમ થનાર જેમસી રાજુભાઈ ધોકિયા ને તેના માતા પિતા ને સોંપી આપી હતી. આવી પ્રશંસનીય કામગીરી થી દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા સહિત જીલ્લાની તમામ પોલીસની પ્રજામાં પ્રસંશા થઈ રહી છે.
અત્રે ઉલેખનિય છે કે ઓખાથી ગૂમ થયેલ જેમસી રાજુ ધોકીયાની એક સપ્તાહ સુધી ભાળ ન મળતા ઓખા મંડળની વિવિધ જ્ઞાતિઓ એ સાથે મળીને પ્રાંત અધિકારી દ્રારકાને આવેદન પત્ર આપ્યું હતુ.