Friday, July 12, 2024
Homeબિઝનેસસાવધાન...!! શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે...!!!

સાવધાન…!! શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે સારા ગ્લોબલ સંકેતો સાથે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલ કેન્દ્રિય બજેટને ભારતીય શેરબજારે આવકાર્યું સાથે આગામી દિવસોમાં સુધારાને વેગ મળશે તેવી અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈના સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. જાન્યુઆરી માસના અંતે રોજબરોજ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવાયા બાદ નાણાંપ્રધાન દ્વારા ઐતિહાસિક બજેટ રજૂ કરી મોટાભાગની ઈન્ડસ્ટ્રી માટે રાહતો આપવામાં આવતા ભારતીય શેરબજારમાં ફરી વિક્રમી તેજી તરફી દોટ આગળ વધી છે.

જાન્યુઆરી માસના અંતે બજારની લાંબાગાળાની તંદુરસ્તી માટે અપેક્ષિત મોટું કરેકશન આપી દેવાયા બાદ કેન્દ્રિય બજેટમાં દેશના સર્વાંગી વિકાસ ખાસ આત્મનિર્ભર ભારત માટે મહત્વનું બની રહેવાના અને ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહનો આપવામાં આવતાં ફંડોએ ગત સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ઓલ રાઉન્ડ તેજી જોવા મળી હતી. વેરાના ભારણ વિનાના હળવાફૂલ બજેટના પગલે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ બજારમાં તેજીની ચાલ આગળ વધી રહી હતી. બજેટની રજૂઆત બાદ સતત લેવાલીએ ભારતીય શેરબજારમાં બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. ૨૦૦ લાખ કરોડની સપાટી કુદાવતા એક નવા વિક્રમી સપાટીએ પહોંચ્યુ હતું.

- Advertisement -

નવી લેવાલી થકી સતત વિક્રમી તેજીની ચાલ નોંધાતા બીએસઇ સેન્સેક્સ પ્રથમવાર ૫૧,૦૦૦ પોઈન્ટની સપાટી કૂદાવીને ૫૧,૦૭૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટીને પાર કરીને ૧૫૦૦૮ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ નોંધાવ્યો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

જાન્યુઆરી માસમાં સતત ચોથા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા જંગી રોકાણ થતાં અને ચાલુ મહિને પણ આ વખતે કેન્દ્રિય બજેટમાં ઉદ્યોગ જગતને વધુ પ્રોત્સાહનોની જોગવાઈઓ જાહેર થતાં ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ સતત પોઝિટિવ જોવા મળી રહ્યું છે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે અપાયેલા પ્રોત્સાહનો સાથે ફાઈનાન્શિયલ ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓના સતત આકર્ષણ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામો અપેક્ષાથી સારા આવતાં અને સપ્તાહના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સતત ચોથી વાર રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% પર યથાવત રાખ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આગામી નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨માં GDP માં ૧૦.૫%ની વૃદ્ધિનું અનુમાન સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ પોલીસીની સમિક્ષામાં આ વખતે પણ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરતાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ વિક્રમી તેજીને આગળ વધારી હતી.

ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસમાં વધારા બાદ હવે દેશના જાન્યુઆરીના  સેવા ક્ષેત્રના પીએમઆઈમાં પણ વધારો જોવા મળ્યો છે. કોરોના વેકસિનમાં સફળતા બાદ ઉપભોગતાના માનસમાં સુધારો થયો છે અને સેવા ક્ષેત્રે માગમાં વૃદ્ધિ થઈ રહી છે.

સેવા ક્ષેત્રનો નિક્કી આઈએચએસ માર્કિટ પીએમઆઈ જે ડિસેમ્બર માસમાં ૫૨.૩૦ હતો તે જાન્યુઆરી માસમાં વધીને ૫૨.૮૦ રહ્યો હતો. દેશમાં કોરોનાવાઈરસને લગતા લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સેવા ક્ષેત્રે માગમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનાથી સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત ૫૦ પોઈન્ટની ઉપર રહ્યા કરે છે. વેકસિનની સફળતાની આશાએ વેપાર વિશ્વાસ ૧૧ મહિનાની ટોચે રહ્યો છે. વેકસિનની સફળતા માગમાં વધુ વધારો કરાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.

બજારની ભાવી દિશા….

વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કૃષિ સુધારા મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે પરિસ્થિતિ સ્ફોટક હોવા છતાં આર્થિક સુધારા મામલે કેન્દ્ર સરકાર મક્કમ હોઈ ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનો અવિરત ખરીદી યથાવત રહેતા સેન્સેક્સ – નિફટીમાં નવા વિક્રમો સર્જાવાનું ચાલુ રહ્યું છે.

કોરોના મહામારી દરમિયાન વી-શેપ રિકવરી સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક સર્વેમાં ૭.૭% નેગેટીવ જીડીપી વૃદ્વિના મૂકાયેલા અંદાજ સામે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૧%નો પોઝિટીવ વૃદ્વિનો અંદાજ મૂકવામાં આવ્યો છે.  આ વખતે કેન્દ્રિય બજેટમાં ઐતિહાસિક પ્રોત્સાહક જોગવાઈઓ રજૂઆત થઈ છે. બજેટ સાથે શેરોમાં તોફાની તેજી પણ જોવાય છે પરંતુ આ બજેટની જોગવાઈ રજૂ થવાની સાથે સાથે ભારતીય શેરબજાર હજુ ઓવરબોટ ઝોનમાં હોવાથી આગામી દિવસોમાં તેજીના સતત નવા વિક્રમો સર્જતા રહેનાર ભારતીય શેરબજારમાં તેજીને વિરામ આપવાની સાથે બજારની તંદુરસ્તી માટે જરૂરી કરેકશનની શક્યતા નકારી ના શકાય.

કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિન ડેવલપમેન્ટ અને વિતરણના માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલે આ મહામારીનો અંત નજીક આવવાની આશાએ વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી રિકવરીના પંથે પડવાના અંદાજો પાછળ વૈશ્વિક બજારોમાં સાથે કોરોના મહામારીના કારણે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટમાં વધુ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવતા અને સ્થાનિક ફંડોની વેચવાલી સામે એફઆઇઆઇ ની સતત ખરીદીના કારણે ભારતીય શેરબજાર વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૯૪૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૪૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૦૦૮ પોઇન્ટથી ૧૫૦૮૮ પોઇન્ટ, ૧૫૨૦૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૨૦૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૭૬૬ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૪૩૪૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૬૦૦૬ પોઇન્ટથી ૩૬૩૬૦ પોઇન્ટ, ૩૬૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એજીસ લોજીસ્ટિક ( ૨૯૫ ) :- ઓઇલ માર્કેટિંગ & ડિસ્ટ્રિબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) નિર્લોન લિમિટેડ ( ૨૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) રેલીઝ ઈન્ડિયા ( ૨૭૧ ) :- રૂ.૨૫૩ નો પ્રથમ તેમજ રૂ.૨૪૨ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૮૮ થી રૂ.૨૯૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) બ્રિગેડ એન્ટરપ્રાઈઝ ( ૨૭૦ ) :- રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૩ થી રૂ.૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) નેલ્કો લિમિટેડ ( ૨૩૪ ) :- રૂ.૨૨૩ નો પ્રથમ તેમજ રૂ.૨૧૨ ના સ્ટોગ સપોર્ટથી નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) VRL લોજિસ્ટિક ( ૨૦૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૧૮ થી રૂ.૨૨૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ઈન્ડિયા સિમેન્ટ ( ૧૭૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૧ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૨ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રક્શન ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૬ આસપાસ રોકાણકારે રૂ.૧૪૭ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) HDFC લિ. ( ૨૭૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૬૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૭૬૦ થી રૂ.૨૭૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૫૨૫ ) :- આ સ્ટોક રૂ.૧૪૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૮૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઇન્ફોસિસ ( ૧૨૭૯ ) :- ૬૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૨૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) કોટક બેન્ક ( ૧૯૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૦૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૦૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૩૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ACC લિ. ( ૧૭૩૨ ) :- રૂ.૧૭૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૭૯૭ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) મુથુત ફાઈનાન્સ ( ૧૧૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ગતિ લિમિટેડ ( ૯૮ ) :- ટ્રાન્સપોર્ટેશન લોજિસ્ટિક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૬ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઈન્ફિબીમ એવેન્યુઝ ( ૮૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઇન્ટરનેટ સોફ્ટવેર & સર્વિસ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) એનસીસી લિમિટેડ ( ૮૨ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કન્સ્ટ્રક્શન ઇજનેરી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૭ થી રૂ.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) જમના ઓટો ( ૬૮ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૪૮૦૮ થી ૧૫૨૦૨ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular