જોડિયા તાલુકાના વાવડી ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની 10 બોટલો સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના વાવડી ગામની સીમમાં આવેલી પ્રભાત મકવાણાના ખેતરમાં ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.5000ની ઈંગ્લીશ દારૂની 10 બોટલો મળી આવતા ખેલસિંહ કેશરસિંહ ભુરીયા નામના આદિવાસી શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.