Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસની સેવા કાર્યો થકી ઉજવણી

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસની સેવા કાર્યો થકી ઉજવણી

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ, મુળુભાઇ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં : અયોધ્યા રામ મંદિર નિર્માણમાં જોડાયેલા કાર સેવકો-રામભક્તોનું સન્માન કરાયું : રક્તદાન કેમ્પમાં 530 બોટલ રક્ત એકત્ર થયું : 90 કુપોષિત બાળકોને દત્તક લેવાયા

- Advertisement -

જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણથી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના 386 કુપોષિત બાળકોને દત્તક લઇ સુપોષિત કરી દેવાયા પછી આ વખતે 14 જાન્યુઆરીએ બીજા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવા પ્રકલ્પો સાથે કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ,અને મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેઓની ઉપસ્થિતિમાં 90 કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, અયોધ્યા રામ મંદિર નિર્માણ આંદોલન માટે સહભાગી બનેલા નગરના રામ ભક્તો-કારસેવકોનું બહુમાન કરાયું હતું. બહેનોમાં બ્રેષ્ટ કેન્સર ની જાગૃતિ માટે મેમોગ્રાફી-સ્ક્રીનીંગ સહિતના સેવા પ્રકલ્પનો પ્રારંભ કરી દેવાયો હતો, જ્યારે નગરના ઉત્સાહી રક્તદાતાઓની મદદથી 530 બોટલ રક્ત એકત્ર થયું હતું, જે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગ માટે જમા કરાવવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર ના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ ધારાસભ્ય બન્યા પછી ગઈકાલે 14 મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વ ના દિવસે બીજો જન્મદિવસ વિવિધ સેવા પ્રકલ્પોની સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વિશેષ રૂપે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહ્યા હતા, તેઓની સાથે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય દિવ્યેશભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

સર્વપ્રથમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દંપતી દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સર્વે મહાનુભાવોની હાજરીમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સંદર્ભે કાર સેવામાં જોડાયેલા નગરના 48થી વધુ કારસેવકો-રામસેવકો તેમજ 13 થી વધુ બજરંગી કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે દિવંગત કારસેવકોને બે મિનિટનું મૌન પાડી ને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

- Advertisement -

આ ઉપરાંત 79-વિધાનસભા વિસ્તાર માં આવેલી જુદી જુદી આંગણવાડીના વધુ 90 કુપોષિત બાળકોને પણ દત્તક લેવાયા હતા, અને તમામ બાળકોને સુપોષિત કરવાની ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી, અને તેઓને જરૂરી આરોગ્યલક્ષી સુપોષણ કીટનું વિતરણ કરાયું હતું.

આ ઉપરાંત જામનગર શહેરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ આવે, તે સંદર્ભમાં નગરના 2100થી વધુ બહેનોના મેમોગ્રાફી-સ્ક્રીનિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવા માટેના પ્રકલ્પનો પણ આ સાથે પ્રારંભ કરાયો હતો, જેમાં શહેરના અનેક બહેનોએ જોડાઈને જાગૃતિ દાખવી છે. ઉપરાંત જન સંપર્ક કાર્યાલયમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અવીરત ચાલુ રખાઇ છે.

- Advertisement -

ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે સતત બીજા વર્ષે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર શહેરના ખૂબ જ ઉત્સાહી એવા 530 થી વધુ રક્તદાતાઓ દ્વારા મહા રક્તદાન કરવામાં આવ્યું હતું, અને 530 બોટલ રક્ત એકત્ર કરાયું છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના દર્દીઓની સારવાર માટે જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્ક માં સુપ્રત કરાયું છે

શહેર-જિલ્લાના અગ્રણીઓ દ્વારા ધારાસભ્યનું જન્મદિવસે અભિવાદન
જામનગર દક્ષિણ 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી કે જેઓ ધારાસભ્યબન્યા પછી પોતાનો બીજો જન્મ દિવસ પણ વિવિધ સેવાકીય પ્રકલ્પોની સાથે જ ઉજવ્યો હતો. જે ઉજવણીમાં જામનગર શહેર જિલ્લાના અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યનું અભિવાદન કર્યું હતું. ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, લેઉઆ પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, અગ્રણી ઉદ્યોગપતિ ગંગદાસભાઈ કાછડીયા, ડિસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, ખબર ગુજરાતના વિપુલભાઈ કોટક સહિતના અનુભાવો દ્વારા ધારાસભ્યનું અભિવાદન કરાયું હતું. અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય, નગરના પૂર્વ મેયરો, ભાજપના પૂર્વ અધ્યક્ષો, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરો ભાજપના વિવિધ મોરચા-સેલના આગેવાનો, વોર્ડ પ્રમુખ-મહામંત્રી, જામનગર શહેરની સેવાકીય અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વેપારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનું બહુમાન કર્યું હતું અને તેઓના વિવિધ સેવા પ્રકલ્પોની કાર્યવાહીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠીયા તેમજ ઉદઘોષક અશોક રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular