Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરલુખ્ખાનો આતંક : મહિલાની છેડતી કરી પરિવારજનો ઉપર હુમલો કર્યો

લુખ્ખાનો આતંક : મહિલાની છેડતી કરી પરિવારજનો ઉપર હુમલો કર્યો

- Advertisement -

જામનગર શહેરમાં રહેતી મહિલા તેના ઘર 5ાસે કચરો નાખવા ગઇ હતી તે દરમયાન એક શખ્સે આવીને છેડતી કરી અપશબ્દો બોલી વાળ ખેંચતા તેના પરિવારજનો દોડી આવતાં પરિવારજનો ઉપર શખ્સે પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં લુખ્ખાગીરી દિવસને દિવસે વધતી જાય છે અને આવારા તત્વોના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ થઇ ગયા છે. પોલીસ દવારા કડક કાર્યવાહી કરવામાં થતી ઢીલી નીતિના કારણે લુખ્ખાઓ બેફામ બની ગયા છે. દરમ્યાન જામનગર શહેરમાં મકરસંકાતિના રાત્રિના સમયે એક મહિલા તેણીના ઘર પાસે કચરો નાખવા ગઇ હતી ત્યારે યોગેશશ્ર્વર નગરમાં રહેતો અજય દ્વારકાદાસ ગોંડલીયા ઉર્ફે અજલો બાવો નામના શખ્સે મહિલાની છેડતી કરી હતી અને ત્યારબાદ વાળ ખેંચી ગાળો કાઢી હતી.મહિલાએ વિરોધ કરી બુમાબુમ કરતાં મહિલાના જેઠ-જેઠાણી અને તેમની પુત્રી સહિતના પરિવારજનો બહાર દોડી આવ્યા હતા અને શખ્સને આ બાબતે ઠપકો આપવા જતાં લુખ્ખા શખ્સે પરિવારજનોને ગાળો કાઢી પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યાના બનાવ બાદ મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે અજલો બાવા વિરૂધ્ધ ગુન્હો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular