Thursday, September 3, 2026
Homeરાજ્યહાલારપડાણાની કંપનીના એચ.આર. એન્ડ એડમિન દ્વારા વિશ્વાસઘાત

પડાણાની કંપનીના એચ.આર. એન્ડ એડમિન દ્વારા વિશ્વાસઘાત

મજૂરોને થઇ ગયેલું વધારાનું પેમેન્ટ પોતાના ખાતામાં જમા કરાવ્યું : રૂા. 2,44,557ની રકમ ઉચાપાત : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતાં યુવાનની કંપનીમાં એચ.આર. તરીકે ફરજ બજાવતા કર્મચારીએ કંપનીની જાણ બહાર રૂા. 2,44,557ની રકમ પોતાના અંગત ઉપયોગમાં લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ વિશ્વાસઘાતના બનાવની વિગત મુજબ બિહારના પારવાના ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતાં અવધેશકુમાર ચૌધરી (ઉ.વ.41) નામનો યુવાન જી.બી.એસ. એસોસિએટ્સ નામની કંપનીમાં ફરજ બજાવે છે. આ કંપનીમાં એચ. આર. એન્ડ એડમિન તરીકે ફરજ બજાવતા મનોજ પાંડુરંગ પાટિલ (રહે. જલગાવ, મહારાષ્ટ્ર) નામના કર્મચારીએ ગત્ માર્ચ માસ દરમ્યાન જી.બી.એસ. કંપનીમાં કંપનીમાં ફરજ બજાવતા જુદા જુદા મજૂરોને વધુ થઇ ગયેલા રૂપિયા મજૂર પાસેથી રૂા. 2,44,557ની રકમ કંપનીની જાણ બહાર મેળવી લઇ પોતાના બેંક ખાતામાં લઇ વિશ્ર્વાસઘાત આચર્યો હતો. આ અંગેની અવધેશકુમાર દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફએ મનોજ વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular