Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પૈસાની ઉઘરાણી મામલે યુવાનની હત્યાનો પ્રયાસ

જામનગરમાં પૈસાની ઉઘરાણી મામલે યુવાનની હત્યાનો પ્રયાસ

ઉઘરાણીનો ફોન કાપી નાખ્યાનો ખાર રાખી જીવલેણ હુમલો : ઘરે જઈ તલવાર અને છરીના ઘા ઝીંકયા : પોલીસ દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાન પાસે બાકી રકમની ઉઘરાણી સંદર્ભે અપશબ્દો બોલતા યુવાને ફોન કાપી નાખ્યાનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર ઘરે જઈ તલવાર અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં.7 માં રહેતાં પરબતભાઈ કાંધાભાઈ ધ્રાંગુ (ઉ.વ.36) નામના યુવાને દિપક લુહાણા ઉર્ફે કોટીયોને રૂા.6500 આપવાના હતાં. જે પૈસાની ઉઘરાણી માટે દિપકે ફોન કરતા પરબત પૈસા ન હોવાનું જણાવતા અપશબ્દો બોલતા પરબતે ફોન કાપી નાખ્યો હતો. આ બાબતનો ખાર રાખી રવિવારે રાત્રિના સમયે દિપક લુહાણો ઉર્ફે કોટીયો અને ભરત ચૌહાણ ઉર્ફે ચોટલી નામના બે શખ્સોએ પરબતના ઘરે જઇ તેના ઉપર તલવાર અને છરી જેવા પ્રાણ-ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા પરબતને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીઆઈ કે.એલ. ગાધે તથા સ્ટાફે ઈજાગ્રસ્ત પરબતના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular