ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં રહેતા પ્રૌઢ ઉપર સેઢા ખાર બાબતે થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના રોજીવાડા ગામે રહેતા મેરામણભાઇ લખમણભાઇ સોલંકી નામના 55 વર્ષના પ્રૌઢ સાથે શેઢા બાબત અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખી, આ જ વિસ્તારમાં રહેતા કેશુ ગોવાભાઈ સોલંકી અને કમલેશભાઈ સોલંકી નામના બે શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે ભાણવડ પોલીસે બન્ને શખ્સો સામે આઈપીસી કલમ 323, 325, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.