Tuesday, October 6, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પ્રાચીન ગરબીઓમાં જામતો પ્રેકટીશનો માહોલ - VIDEO

જામનગરમાં પ્રાચીન ગરબીઓમાં જામતો પ્રેકટીશનો માહોલ – VIDEO

જામનગર શહેરમાં નવરાત્રી પર્વને લઇ ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે વિવિધ વિસ્તારોમાં યોજાતી પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની પ્રેકટીશ શરૂ થઇ ચુકી છે. તો બીજી તરફ અર્વાચીન રાતોત્સવમાં ઝુમવા યુવાધન દાંડીયા કલાસીસમાં પ્રેકટીશ કરી રહ્યું છે.

- Advertisement -

સૌથી લાંબા પર્વ એવા માઁ આઘ્યશકિતના નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં પ્રાચીન ગરબીઓમાં બાળાઓ અને યુવકો દ્વારા ગરબીની પ્રેકટીશ ચાલી રહી છે. આગામી રવિવારથી નવરાત્રીનું પર્વ શરૂ થઇ રહ્યું છે. જામનગરમાં સરગમ નવરાત્રી મહોત્સવ, ભારત માતા ગરબી મંડળ, જલાનીઝારની પુરૂષોની ગરબી, પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં યોજાતી વિવિધ ગરબી, રણજીતસાગર વિસ્તારમાં યોજાતી ગરબી સહિતની અનેક ગરબીઓ પ્રાચીન અને જાણીતી છે જેમાં ગરબી નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. ખાસ કરીને આવી ગરબીઓમાં યોજાતા તલવાર રાસ, સળગતી ઇંઢોળીના રાસ, મસાલ રાસ સહિતના અનેક રાસ ખુબ જ પ્રખ્યાત હોય છે જે માટે મહિનાઓથી તૈયારીઓ ચાલતી હોય છે.

- Advertisement -

જામનગરની પ્રાચીન ગરબીઓમાં બાળાઓ અને યુવકો દ્વારા ગરબાની પ્રેકટીશ ચાલી રહી છે ગરબા આયોજકો દ્વારા અનુભવી તાલીમ કલાકારોની મદદથી નિયમીત રીર્યસલ ચાલી રહ્યુ છે અને નવરાત્રી દરમિયાન માતાજીની આરાધનામાં શ્રેષ્ઠ ગરબાની પ્રસ્તુતી આપવા ખેલૈયાઓ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે અને ગરબાના તાલ સાથે તાલમેળ બેસાડી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સાંજના સમયે ગરબાની પ્રેકટીશથી વાતાવરણ ગુંજી ઉઠે છે. હવે ગણતરીના દિવસો બાકી હોય ગરબાની પ્રેકટીસમાં વધુ તેજી જોવા મળશે અને આગામી રવિવારથી જામનગરમાં ગરબા મહોત્સવનો રંગ જોવા મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular