Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપાટનગરમાં વિધાનસભાની આરોગ્ય કર્મીઓનો ઘેરાવ

પાટનગરમાં વિધાનસભાની આરોગ્ય કર્મીઓનો ઘેરાવ

- Advertisement -

એક તરક ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરક ગાંધીનગરમાં કર્મચારી આંદોલન વેગ પકડી રથું છે. છેલ્લા 40 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. આજરોજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કૂચ કરવામાં આવી હતી અને વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવ્યો છે.

- Advertisement -

આરોગ્ય કર્મયારીઓ પડતર માંગણીઓ અને સમસ્યાઓના નિવારણ હડતાલ ઉપર ઉતર્યા છે. આરોગ્ય કર્મયારીઓ તેમની મુખ્ય 5 માંગણીઓ છે. તેઓ ગ્રેડ પેમાં વધારો, 150 દિવસનું કોરોના ભથ્થું અને 216 આવકારવાના મુદ્દા સાથે વિરોધ કરી રહા છે. છેલ્લા 5 વર્ષથી આરોગ્ય કર્મચારીઓમાં અસંતોષ કેલાયેલો છે અને અગાઉ પણ આરોગ્ય કર્મચારીઓ આંદોલન અને હડતાલ કરી ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે હડતાલ સમેટવા માટે આરોગ્ય કર્મચારીઓ સરકાર સાથે 2 વખત બેઠક કરી ચુક્યા છે અને એક વખત હડતાલ સમેટવાની જાહેરાત પણ કરી ચુક્યા છે પરંતુ ત્યારબાદ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય પછો ખેંચવામાં આવ્યો હતો. ત્યારથી આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બની રહું છે. જો સરકાર દ્વારા આરોગ્ય કર્મયારીઓની માંગ નહિ સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં આરોગ્ય કર્મચારીઓ ભૂખ હડતાલ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular