દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારના નાગેશ્વર ગામ ખાતે રહેતા રણમલભા સામરાભા સુમણીયા નામના 28 વર્ષના શખ્સ દ્વારા આ વિસ્તારમાં દારૂ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય, તેની સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયા હતા. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે. કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરી અને તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્ત અહીંના જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે આરોપીની પાસા દરખાસ્ત મંજૂર કરીને અટકાયતી વોરંટ કરવામાં આવ્યું હતું.

જે સંદર્ભે એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા આરોપીને રાઉન્ડ અપ કરી, અને પાસા એક્ટ હેઠળ તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.