Monday, January 17, 2022
Homeરાજ્યજામનગરજામનગરના ચેલા ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક પેડલર ઝડપાયો

જામનગરના ચેલા ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક પેડલર ઝડપાયો

મહારાષ્ટ્રમાંથી પોલીસે દબોચ્યો : રિમાન્ડ મેળવવા કાર્યવાહી : પૂછપરછમાં ડ્રગ્સ નાઇઝિરીયન શખ્સ પાસેથી રૂા. 2 લાખમાં ખરીદયાની કેફિયત

- Advertisement -

જામનગર તાલુકાના ચેલામાંથી એસઓજી શાખાની ટુકડીએ ડ્રગ્સના પ્રકરણમાં મહારાષ્ટ્રના પનવેલમાંથી ડ્રગ્સના મુખ્ય સપ્લાયરને ઝડપી લઇ રિમાન્ડ દરમિયાન મહારાષ્ટ્રમાંથી મુખ્ય સપ્લાયરને ઝડપી લઇ જામનગર લઈ આવી પૂછપરછ કરતાં નાઇજીરિયન નાગરિક પાસેથી બે લાખ રૂપિયામાં ડ્રગ્સનો જથ્થો મેળવીને જામનગર સપ્લાય કરાયો હોવાનું ખુલ્યું છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરની એસઓજીની ટીમે બે સપ્તાહ પહેલાં ચેલા ગામમાં દરોડો પાડી ઇમ્તિયાજ રસિદ લાખા નામના શખ્સને રહેણાંક મકાનમાંથી રૂપિયા 3,40,000ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ દરમ્યાન પોતે મહારાષ્ટ્રનાં પનવેલમાંથી ખાનગી લક્ઝરી બસ મારફતે આયાત કર્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી એસઓજીની ટીમે મહારાષ્ટ્રના પનવેલમાંથી ડુંગરાળ વિસ્તારમાં બે દિવસની રઝળપાટ પછી વહાલગાવમાં રહેતા આસિફ ઉર્ફે આસિફલાલા શાહબુદ્દીન પીરાણી નામના શખ્સને દબોચી અને આસિફને પંચકોશી-બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.

ત્યારબાદ પોલીસે આસિફની પૂછપરછ કરતાં આ ડ્રગ્સના સપ્લાયમાં ડ્રગ્સ પેડલર ગુફારાન મહમદ નામના મહારાષ્ટ્રના શખ્સની સંડોવણી ખુલતાં પોલીસે મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સ પેડલર ગુફારાની ધરપકડ કરી જામનગર લઇ આવ્યા હતાં અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરતાં આ ડ્રગ્સનો જથ્થો ભાઇખલ્લા રેલવે સ્ટેશન પાસે નાઇઝિરીયન શખ્સ પાસેથી રૂા. 2 લાખમાં ખરીદયાની કેફિયત આપી હતી અને આ રકમ ચેલાના ઇમ્તિયાઝ દ્વારા તબક્કાવાર મુંબઇ મોકલી હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે નાઇઝિરીયન શખ્સ સુધી તપાસ લંબાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular