જામનગર શહેરમાં હિટ એન્ડ રનના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો બેખોફ પૂરપાટ તેમના વાહનો ચલાવી રહ્યા છે. આવા ચાલકોને કારણે અકસ્માતો બનતા હોય છે. જેમાં થોડા દિવસ અગાઉ હિટ એન્ડ રનના બનાવમાં યુવકનું મોત નિપજ્યું હતું અને ગત રાત્રિના સમયે ઓશવાળ સેન્ટર નજીકથી પૂરપાટ પસાર થતી કારના ચાલકે બાઈકસવાર હરેન્દ્રસિંહ વાઘેલાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.