Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયા નજીક કારની હડફેટે ઇજા પહોંચતા વૃધ્ધનું મોત

ખંભાળિયા નજીક કારની હડફેટે ઇજા પહોંચતા વૃધ્ધનું મોત

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સામોર ગામે ગામના પાટીયા પાસે રહેતા ગભરૂભાઈ કાનાભાઈ વાઘેલા નામના 65 વર્ષના દેવીપુજક વૃદ્ધ ગત તા. 11 ના રોજ પોતાનું મોટરસાયકલ લઇને ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા કુવાડીયા ગામના પાટીયા પાસેની એક હોટલે દુધ આપવા જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 38 બી.સી. 1003 નંબરના એક ઈક્કો મોટરકારના ચાલકે ગભરૂભાઈ વાઘેલાના મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

આ અકસ્માતમાં બાઈક ચાલક ગભરુભાઈને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ભાવેશભાઈ વાઘેલા (ઉ.વ. 32, રહે. સામોર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઇક્કો કારના ચાલક સામે આઈપીસી કલમ 337, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ, આગળની તપાસ પીએસઆઈ નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular