Monday, May 20, 2024
Homeરાજ્યગુજરાતઅમૂલ દૂધ થયું મોંઘુ, લિટરે બે રૂપિયાનો વધારો

અમૂલ દૂધ થયું મોંઘુ, લિટરે બે રૂપિયાનો વધારો

- Advertisement -

કોરોનાના સંકટ વચ્ચે મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માણસના માથે વધુ એક બોજો ઝીંકાયો છે. દેશમાં પેટ્રોલના સતત વધતા જતા ભાવ પછી હવે દૂધના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો થયો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જે 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું કે, આ સમયગાળા દરમ્યાન ઉર્જા, પેકેજીંગ, લોજીસ્ટિકસ અને સંચાલનના એકંદર ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, GCMMF સભ્ય સંઘો ધ્વારા પણ આ સમયગાળામાં ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ. 45-50નો વધારો કરવામાં આવ્યો છે, જે પાછલા વર્ષની કિંમત કરતા 6%થી વધારે છે.

આશરે 1.5 વર્ષ બાદ અમૂલ દ્વારા આ પ્રકારે ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular