જામનગર શહેરની મઘ્યમાં આવેલ ટાઉનહોલ પાસે ખખડધજ હાલતમાં રહેલ ટ્રાફીક આઇલેન્ડનું રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રી-ડેવલોપમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. જે નિર્માણ કાર્ય લગભગ પુર્ણ થઇ ચુકયું છે જે ગઇકાલે રાત્રિના સમયે અદભૂત ઝલક જોવા મળી હતી. લાઇટીંગ સહિતની સજાવટ સાથે આ વનતારાની થીમ આધારીત આઇલેન્ડનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
જામનગરમાં ટાઉનહોલ સર્કલ ઘણા સમયથી ખખડધજ હાલતમાં પડી હોય જેને રીલાયન્સ દ્વારા રી-ડેવલોપટ કરવા આયોજન થયું હતું. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વનતારાની થીમ પર આધારીત અદ્યતન અને સુંદર ટ્રાફીક આઇલેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં સિંહ સહિતના પ્રાણીઓ તેમજ પક્ષીઓના સ્કલચર મુકવામાં આવ્યા છે આ ઉપરાંત વિવિધ જાતના ફૂલછોડ પણ ઉગાડવામાં આવ્યા છે. આ સુંદર આઇલેન્ડનું નિર્માણ કાર્ય પુર્ણ થયું છે અને ટુંક સમયમાં ખુલ્લુ મુકાશે આ પૂર્વે આ આઇલેન્ડની એક ઝલક ગઇકાલે રાત્રિના સમયે જોવા મળી હતી. અદ્ભૂત લાઇટીંગ સાથેનું આ વનતારાની થીમ આધારીત આઇલેન્ડ ગઇકાલે રાત્રીના સમયે ખુલ્લુ જોવા મળતા અદભૂત દ્રશ્યો સામે આવ્યા હતાં.


