ગાંધીનગર ખાતે ગઈકાલે ભાજપના ધારાભ્યોની બેઠક મળી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેરાત કરતા કહ્યું હતું કે ભાજપના તમામ ધારાસભ્યોને ભાજપ ફ્રીમાં ટેબ્લેટ આપશે. સરકારની કામગીરીના પ્રચાર પ્રસાર માટે આ ટેબ્લેટ આપવામાં આવશે.
ભાજપ રૂ.66 લાખના ખર્ચે ટેબ્લેટની ખરીદી કરશે અને સિનીયર નેતાઓ સહીત ભાજપના તમામ ધારાસભ્યોને ટેબ્લેટ આપવમાં આવશે. ધારાસભ્યો સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરશે. કોરોનાની કામગીરી, વાવાઝોડાની કામગીરી અંગે પણ પ્રચાર કરશે. ગાંધીનગર વિધાસભામાં ભાજપના ધારસભ્યોની બેઠકમાં પાર્ટીની કામગીરી અંગે મહત્વના નિર્ણય કરાયા છે. તમામ ભાજપના ધારાસભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ પાર્ટીમાં રજૂ કરવો પડશે. દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. ધારાસભ્યોએ કોરોના કામગીરી કે વિકાસની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. અને આ રિપોર્ટ ફોટો અને વિડીયો સાથે કમલમ જમા કરાવવો પડશે.