Saturday, July 27, 2024
Homeરાજ્યજામજોધપુરના બાલવા ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો

જામજોધપુરના બાલવા ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો

- Advertisement -

જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતાં શખસના મકાનેથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.11 હજારની કિંમતની 22 બોટલ દારૂ અને એક મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ બે શખસો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

દરોડા અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતાં ભાવેશ ધીરજલાલ ભુવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.11 હજારની કિંમતની 22 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો અને રૂા.3000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.14 હજારના મુદ્દામાલ સાથે ભાવેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં જૂનાગઢના જીવા રાડા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular