Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં એર કુલર મૂકાવાયા - VIDEO

જી.જી. હોસ્પિટલમાં એર કુલર મૂકાવાયા – VIDEO

વોર્ડમાં દર્દીઓ માટે ઓઆરઅસની પણ વ્યવસ્થા ગોઠવાઇ : શહેરની સેવાભાવિ સંસ્થાના સહયોગથી પાણીના પરબ ઉભા કરાવાયા

- Advertisement -

જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ઉનાળાના સમયમાં ગરમીમાં રાહત મળી રહે તેના સંદર્ભમાં જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા એર કુલર મુકવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકારી જી.જી. હોસ્પિટલના જે વોર્ડમાં એ.સી.ની સુવિધા છે તે તમામ એર કન્ડિશન મશીનોની ચકાસણી કરી લેવાઈ છે. આઇસીસી યુનિટ સહિતના વિભાગમાં તેની ચોકસાઈ કરવામાં આવી રહી છે અને એરકન્ડિશન મશીનો વ્યવસ્થિત ચાલે તેની જુદી જુદી ટીમ દ્વારા ચકાસણી થઈ રહી છે.

- Advertisement -

આ ઉપરાંત જી.જી. હોસ્પિટલના જુદા-જુદા વોર્ડ માં દાખલ થયેલા દર્દીઓને ગરમીમાં તકલીફ ન પડે તેના માટે અલગથી એર કુલર ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હોવાનું જી.જી. હોસ્પિટલના સુપ્રી. ડો. દીપક તિવારીએ જણાવ્યું છે.

- Advertisement -

સાથો સાથ બાળકો ના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં દર્દીઓ માટે ઓઆરએસ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જે જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક આપી શકાય તે અંગે વ્યવસ્થા ગોઠવાઈ છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી આવતા દર્દી અથવા તો તેમના સગા વાલાઓને ગરમી દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવા ના ભાગરૂપે ખાનગી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. જેમાં જી જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ચલાવતા એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી માટે પરબ ઉભું કરાયું છે, તેમજ શહેર ભાજપના અગ્રણી અને ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલના પિતાના નામથી ચાલતા એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ઉનાળાના સમયગાળા દરમિયાન દર્દીઓ અને તેના સગા વ્હાલા માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular