Thursday, January 27, 2022
Homeરાજ્યજામનગરમાધાપર ભુંગામાં સશસ્ત્ર જૂથ અથડામણમાં કોની સામે ફરિયાદ નોંધાઈ ?

માધાપર ભુંગામાં સશસ્ત્ર જૂથ અથડામણમાં કોની સામે ફરિયાદ નોંધાઈ ?

- Advertisement -

જામનગર શહેરમાં માધાપર ભુંગા પાણીના ટાંકા પાસેના વિસ્તારમાં સોમવારે કુદરતી હાજતે જતા સમયે થયેલી બોલાચાલીનો ખાર રાખી બે જૂથ સામસામા આવી જતા સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં એક ડઝનથી વધુ લોકો ઘવાતા તેઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ જૂથ અથડામણને કારણે વાતાવરણ તંગ બની જતાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બન્ને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં માધાપર ભુંગા પાણીના ટાંકા પાસેના વિસ્તારમાં રહેતો સુલતાન નુરમામદ ભગાડ નામનો યુવક સોમવારે બપોરના સમયે કુદરતી હાજતે ગયો હતો તે દરમિયાન જાફર ઉર્ફે ઝેરી સીદીક સંઘાર અને તેના પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી બાબતે ઠપકો આપ્યો હતો. જેનું મનદુ:ખ રાખી સોમવારે વહેલીસવારના સમયે અબાસ ઉર્ફે અબાડો ભગાડ, જાફર ઉર્ફે ઝેરી સીદીક સંઘાર, જુસબ ખમીસા સુંભણિયા, ફાતમાબેન એલિયાસ સુંભણિયા, એલિયાસ સુંભણિયા, કારો સંઘાર, સલીમ સંઘાર, હુશેન અલી ભાયા, આયસાબેન અબ્બાસ છેર, સલમાબેન ઈરફાન સંઘાર, દાઉદ સંઘાર, અસલમ ઉર્ફે ઈસ્માઇલ બિલાલ સંઘાર, મુખતાર ઉર્ફે મુખતારિયો કમોરા નામના શખ્સોએ એક સંપ કરી તલવાર, ધારિયા, પાઈપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ખતીજાબેન ઉપર ધારિયા વડે અને તલવાર વડે હુમલો કરાયો હતો. તેમજ સલીમ ઉપર પાઈપ વડે માથામાં હુમલો કર્યો હતો. તેમજ માતા-પુત્ર ઉપર થયેલા હુમલામાં છોડાવવા વચ્ચે પડેલા વ્યકિતઓ ઉપર પણ સશસ્ત્ર હુમલો કરાયો હતો.

જ્યારે સામાપક્ષે કોસરબેન જુદેદ ભાયા અને તેના પરિવારના અસગર તથા સુલતાન નુરમામદ સાથેના ઝઘડાના સમાધાન સમયે ખતીજાબેન ઇસાક ભાયા, સલીમ ઈસાક ભાયા, રજીયાબેન સલીમ ભાયા, સીદીક આદમ ઝખરા, મામદ આદમ ઝખરા, અલી અનવર ભગાડ, કાસમ આદમ ઝખરા, અનવર ઉર્ફે કામલી નુરમામદ ખોળ, સાલેમામદ ઈસ્માઇલ ભગાડ, હનિફ આદમ ઝખરા, સુલેમાન આદમ ઝખરા, કાદર મામદ ભાયા, અનવર ઈસ્માઇલ ભગાડ સહિતના એક ડઝન જેટલા શખ્સોએ લાકડાના ધોકા, તલવાર જેવા હથિયારો વડે વળતો હુમલો કર્યો હતો. બન્ને જૂથ દ્વારા સામસામા કરાયેલા સશસ્ત્ર હુમલામાં ખતીઝા ભાયા, સલીમ ભાયા, જુબેદા ભગાડ, મહેંદી જખરા, રોશન જખરા, અમીના જખરા, આસિયાના જખરા, અસગર જખરા, બિલકિસ ભગાડ, અયાસ ભગાડ સહિત 10 વ્યકિતઓને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે ઈજાગ્રસ્ત ખતીજાબેનના નિવેદનના આધારે 14 શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો તથા સામાપક્ષે કોસરબેન જુબેદભાઈ ભાયાના નિવેદનના આધારે 13 શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાની સામ-સામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular