Saturday, July 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકોરોના પછી હવે બે અન્ય કઇ બાબતો દુનિયાભરમાં તબાહી મચાવશે?!

કોરોના પછી હવે બે અન્ય કઇ બાબતો દુનિયાભરમાં તબાહી મચાવશે?!

- Advertisement -

માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે સમગ્ર વિશ્વને વધુ બે આપત્તિ માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. તેમના કહેવા પ્રમાણે આગામી સમયમાં જળવાયુ પરિવર્તન અને જૈવ આતંકવાદના કારણે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના મોત થઈ શકે છે. એક યુટ્યુબ કાર્યક્રમમાં તેમણે આ પ્રકારની ચેતવણી ઉચ્ચારી હતી. બિલ ગેટ્સે 5 વર્ષ પહેલા કોરોના જેવી મહામારીને લઈ સમગ્ર વિશ્ર્વને ચેતવણી આપી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં એક એવો વાયરસ આવશે જેના ભયથી લોકો બજાર જતા પણ ડરશે. ઉપરાંત લોકો ફ્લાઈટ પર ચડવામાં પણ ડરશે.

- Advertisement -

બિલ ગેટ્સે જણાવ્યું કે, આગામી વર્ષોમાં કોઈ મહામારીની સરખામણીએ દર વર્ષે જળવાયુ પરિવર્તનના કારણે વધારે લોકોના મોત થશે. ઉપરાંત વિશ્વ પર જૈવ આતંકવાદ એટલે કે બાયો ટેરરિઝમનું જોખમ પણ મંડરાઈ રહ્યું છે. વિશ્વમાં તબાહી લાવવા કોઈ પણ વાયરસ બનાવી શકે છે. વર્તમાન કોરોના વાયરસની સરખામણીએ આ બે વસ્તુઓ વિશ્વમાં ભારે તબાહી મચાવી શકે છે.’

કાર્યક્રમમાં બિલ ગેટ્સે એવું પણ કહ્યું કે, વિશ્વમાં કોઈ મહામારીને રોકી ન શકાય પરંતુ તેનો સામનો કરવા માટે આપણે તૈયારી કરવી પડશે. શ્વાસ સાથે સંકળાયેલા વાયરસ ખૂબ જ ખતરનાક હોય છે. થોડા થોડા સમય બાદ તે મનુષ્યોમાં ફેલાતા રહે છે. ઘણી વખત તેનાથી સંક્રમિત થયા છતા ખબર નથી પડતી પરંતુ ઈબોલા જેવા સંક્રમણથી વ્યક્તિ એટલી હદે બીમાર થઈ જાય છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે.

- Advertisement -

માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે થોડા દિવસો પહેલા વેરિટેસિયમ નામની યુટ્યુબ ચેનલ ચલાવનારા ડેરેક મૂલર સાથે વાતચીત કરી હતી અને પોતે પોતાની ભવિષ્યવાણી અંગે સારૂ નથી અનુભવતા તેમ કહ્યું હતું. બિલ ગેટ્સે 5 વર્ષ પહેલા જ કોરોના અંગે ભવિષ્યવાણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular