Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઅકસ્માતોની વણઝાર યથાવત...કાર પલ્ટી જતા એકનું મોત, ત્રણ ઘાયલ

અકસ્માતોની વણઝાર યથાવત…કાર પલ્ટી જતા એકનું મોત, ત્રણ ઘાયલ

ઠેબા ચોકડી પાસે કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ : ઘવાયેલા ચાર યુવાનો પૈકીના એકનું મોત : ત્રણને સારવાર આપવામાં આવી : ઈજાગ્રસ્ત એક યુવાનની હાલત ગંભીર : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર શહેર નજીકના ધોરીમાર્ગો પર એક પછી એક અકસ્માતોની ઘટનાઓ બની રહી છે અને અકસ્માતોની ઘટનાઓમાં મોત નિપજવાના બનાવો પણ ચિંતાજનક રીતે વધતા જાય છે. સણોસર નજીક ટ્રકે છોકરે ચડાવતા બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે સીક્કા પાટીયા નજીક ડમ્પરે બાઈકસવારને હડફેટે લેતા વૃદ્ધ દંપતીનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ઠેબા ચોકડી પાસે કાર પલ્ટી ખાઈ જતા એક યુવકનું મોત નિપજ્યું હતું અને ત્રણ યુવાનોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં એક પછી એક ગમખ્વાર અકસ્માતોમાં મોત નિપજવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. અકસ્માતોની વણઝારોએ પોલીસને પણ કામે લગાડી દીધી છે. છેલ્લાં ત્રણ-ચાર દિવસથી જિલ્લામં અકસ્માતોની ઘટનાઓએ ચારથી પાંચ લોકોના ભોગ લીધા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટનામાં જામનગર તાલુકાના ઠેબા ગામ નજીકથી ગત મધ્યરાત્રિના સમયે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પૂરપાટ આવતી કાર પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. અને આ અકસ્માતમાં કારમાં સવાર યુવાન સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર લઇ રહેલા ત્રણ યુવાનો પૈકીના એકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોમાં જાણવાા મળ્યું હતું.

અકસ્માતના બનાવની જાણના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા અને પીએમ માટે મોકલવા કાર્યવાહી હથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular