ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર અકસ્માતો થતા રહે છે તાજેતરમાં ડીસા-રાધનપુર હાઇ-વે પર સર્જાયેલા એક અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને અકસ્માતનો ભોગ બનનાર એકટીવાના ચાલકને ઇજાઓ થઇ છે.
ડીસા-રાધનપુર હાઇ-વે પર તાજેતરમાં એક ટ્રક અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં આરજે-14-વાયજે-4394 નંબરના એકટીવાને એક ટ્રકે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નિપજયું હતું. એકટીવા ચાલક ઇજાગ્રસ્ત રાજવીર સ્વામીએ પોલીસમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના ધર્મના બહેન કંચનબેન જવેરીલાલ દવેને લઇ પોલીસ સ્ટેશન જઇ રહ્યા હતા. તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 વર્ષના દિકરાની માતા એવા કંચનબેનનું સ્થળ પર મૃત્યુ થયું છે. કંચનબેન પોતાન પતિ જવેરીલાલ સાથે દિયોદર તાલુકાના કૂવાડા ગામમાં રહેતાં હતાં. કંચનબેન પોતાનાપતિ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવવા માટે રાજવીરની સાથે એકટીવા પર જઇ રહ્યા હતાં ત્યારે ટ્રક નં. યુપી-40-પી-0077 ના ચાલકે એકટીવાને ઠોકર મારી હતી. જેમાં કંચનબેનનું મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના પતિ ઝવેરી લાલની પ્રથમ પત્નિનું મોત પણ અગમ્ય કારણસર થયું હતું.