Sunday, December 4, 2022
Homeરાજ્યહાલારસંતાન બાબતે પતિના ઠપકાનું લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

સંતાન બાબતે પતિના ઠપકાનું લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

સારવાર દરમ્યાન જી.જી.હોસ્પિટલમાં મોત: જામનગરમાં યુવાનની અગમ્ય કારણોસર આત્મહત્યા: ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી

- Advertisement -

જામનગર તાલુકાના વાણિયા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાને તેણીના પતિએ સંતાનો બાબતે આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગરના ઘાંચીવાડમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના વાણિયા ગામમાં રહેતા સામુબેન પ્રવીણભાઇ વાઘેલા (ઉ.વ.28) નામના મહિલાને તેણીના પતિએ સંતાન બાબતે ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા મંગળવારની રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ પ્રવીણભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એચ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજા બનાવમાં જામનગર શહેરમાં ઘાંચીવાડ વિસ્તારમાં જાંબુડી મસ્જિદ પાસે રહેતા નજીરભાઇ યુસુફભાઇ દયાલ (ઉ.વ.42) નામના યુવાને બુધવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઇ આદિલ દ્વારા જાણ કરાતા હે.કો. આર.ડી.ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular