જામનગર શહેરમાં બની રહેલા સૌથી મોટા ઓવરબ્રીજમાં સાત રસ્તા પાસે નજીક સ્લેબમાં લગાડેલા રૂા.2 લાખની કિંમતનો વાયર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બની રહેલા સૌથી મોટા ઓવરબ્રીજની સાઈટ પર સાત રસ્તા થી સંતોષી માતાજીના મંદિર તરફ જતા માર્ગ પર ઓવરબ્રીજના સ્લેબમાં લગાડેલ એચ પી 25 મીટર લંબાઇના 70 નંગ 1820 મીટર બે લાખની કિંમતનો વાયર ગત તા. 4 ના રોજ સાંજથી તા.05 ના સવાર સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવની કોન્ટ્રાકટર હર્ષભાઈ પટેલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.એ. પીપરીયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.