- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 658 મતદાન મથક પર મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જિલ્લાના નવા મતદારો જોડાયા અને અન્ય સુધારા માટે ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુલ 26,759 મતદારોએ જૂદી-જૂદી કામગીરી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં ફોર્મ નં. 6 માટે 15,757, ફોર્મ નં. 7 માટે 4,894 અને ફોર્મ નં. 8 માટે 4,480 તથા ફોર્મ નં. 8(ક) – 1,628 મતદારોએ ફોર્મ ભર્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર ઓનલાઈન અને ઓફલાઈન મળેલ ફોર્મ પૈકી ઓનલાઈન કુલ 3,544 ફોર્મ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 26,759 મતદારોએ આ ઝુંબેશમાં ભાગ લીધો છે. મતદારો મતદારયાદીમાં પોતાની વિગતો ચકાસી શકે તેમજ નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે તે માટે સ્થળ પર જ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટો કે વિગતો સુધારવા અને સ્થળ ફેરફાર કરવા માટેના ફોર્મ ભરીને પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ ખાસ ઝુંબેશમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
- Advertisement -