Wednesday, November 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શંકરટેકરીમાં મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

જામનગરના શંકરટેકરીમાં મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

18 બોટલ સાથે શખ્સની ધરપકડ : ગુલાબનગરમાંથી ચાર બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે : રણજીત રોડ પરથી પોલીસને જોઇ જતા શખ્સ નાશી ગયો : દારૂની બોટલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે તલાસી લેતા રૂા. 9 હજારની કિંમતની 18 બોટલ દારૂ મળી આવતા શખ્સની ધરપકડ કરી હતી. જામનગરના ગુલાબનગર અખાડા ચોકમાંથી પસાર થતા શખ્સને ચાર બોટલ દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો. જામનગરના રણજીત રોડ પર નવીવાસના ખુણા પાસે પોલીસને જોઇ જતા દારૂની બોટલ મુકી નાશી ગયેલા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.6 માં રહેતાં દિપ અનિલ સોંદરવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા. 9 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 18 બોટલ મળી આવતા પોલીસે દિપની ધરપકડ કરી ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર અખાડા ચોક પાસેથી પસાર થતા મુન્ના લાખા પીપરીયા નામના શખ્સને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે 2000 ની કિંમતનો મોબાઇલ ફોન અને દારૂની બોટલો સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના રણજીત રોડ પર આવેલા નવી વાસના ખુણા પાસે ગઈકાલે બપોરના સમયે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે શખ્સને આંતરવાનો પ્રયાસ કરતા રાકેશ વસા નામનો શખ્સ દારૂની ત્રણ બોટલ મુકી પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે 1700 ની કિંમતની દારૂની ત્રણ બોટલ કબ્જે કરી નાશી ગયેલા રાકેશની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular