Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરપુત્રને કામ-ધંધો કરવા બાબતે સમજાવવા જતા પિતાને ગાળો આપી ધમકાવ્યા

પુત્રને કામ-ધંધો કરવા બાબતે સમજાવવા જતા પિતાને ગાળો આપી ધમકાવ્યા

સોમવારે સાંજે માતા પાસે પૈસાની માંગણી કરતાં પિતા સમજાવવા ગયા : પુત્રએ ગાળો કાઢી ધમકી આપી : પોલીસ દ્વારા માતાની ફરિયાદના આધારે કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતાં નરાધમ પુત્રએ પૈસા માંગતા પિતાએ કામ ધંધો કરવા બાબતે સમજાવતા પુત્રએ ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.3 માં ફોરેસ્ટ ગેઈટ સામે રહેતાં વિવેક કાનજી ખીમસુરીયા નામના મજૂરી કામ કરતા યુવકે તેની માતા કંચનબેન પાસે સોમવારે સાંજના સમયે પૈસાની માંગણી કરી હતી. જેથી પિતા કાનજીભાઈએ વિવેકને કામ ધંધો કરવા બાબતે સમજાવવા જતાં નરાધમ પુત્રએ ગાળાગાળી કરી પતાવી દેવાની આપી હતી. મોટા પુત્ર દ્વારા માતા-પિતા સાથે કરાયેલા અભદ્ર વર્તન બાદ માત કંચનબેને આ બનાવ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે એએસઆઈ એ બી ચાવડા તથા સ્ટાફે વિવેક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular