Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

56 બોટલ દારૂ કબ્જે : ગુલાબનગરમાંથી સાત બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં શખ્સને મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન 56 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી. જામનગરના ગુલાબનગર વિસ્તરામાંથી પસાર થતા શખ્સને રૂા.1750 ની સાત બોટલો સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.4 માં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની પો.કો. હર્ષદ પરમાર અને હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા કેયુર ગીરીશ ડોબરીયાના મકાનમાંથી રૂા.28000 ની કિંમતની 56 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે કેયુરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી પસાર થતા જગદિશ ઉર્ફે ડેની બાબુ પરમાર નામના શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી સાત બોટલ મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular