Sunday, May 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરના વલ્લભનગરમાં મકાનમાંથી દારૂ સાથે શખ્સ ઝબ્બે

જામનગર શહેરના વલ્લભનગરમાં મકાનમાંથી દારૂ સાથે શખ્સ ઝબ્બે

પોલીસે 25 બોટલ દારૂ કબ્જે કરી પૂછપરછ આરંભી : દુધઇ નજીકથી દારૂની બોટલો સાથે બાઈકસવાર બે શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,500 ની કિંમતની 25 બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતાં. જોડિયા તાલુકાના ભીમકટાથી દુધઈ જવાના માર્ગ પરથી પસાર થતા બાઈકસવારને આંતરીને તલાસી લેતા પોલીસે આઠ બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચી લીધા હતાં.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતા ચિરાગ ચિકુ પઠાણ નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસ ચોકી સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાંથી તલાસી લેતા રૂા.12500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 25 બોટલ મળી આવતા પોલીસે ચિરાગ પઠાણની અટકાયત કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.બીજો દરોડો જોડિયા તાલુકાના ભીમકટા ગામથી દુધઈ જવાના માર્ગ પરથી પસાર થતા જીજે-10-બીએફ-6462 નંબરના બાઈકસવારને આંતરીને તલાસી લેતા ભરતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, નિલેશ ધરમશી પરમાર નામના બે શખ્સો પાસેથી રૂા.4000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે રૂા.15000 ની કિંમતનું બાઈક અને દારૂ સહિત રૂા.19000 નો મુદ્દામાલ કબ્જે કરી બંનેની ધરપકડ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular