Monday, November 29, 2021
Homeરાજ્યજામનગરજામનગરના નાઘેડી પાસેથી પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો

જામનગરના નાઘેડી પાસેથી પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો

પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સહિત 25,200 નો મુદ્દામાલ કબ્જે : એલસીબી દ્વારા પૂછપરછમાં આગ્રાના સપ્લાયરની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટીયા નજીકથી એલસીબીની ટીમે લાયસન્સ વગરની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ પિસ્તોલ આગ્રા શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટીયા પાસેથી પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની એલસીબીના રઘુવીરસિંહ પરમાર, ફિરોજ દલ અને વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી અજયગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી (રહે. ગોકુલપુરી-સીક્કા) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.25 હજારની કિંમતની લાયસન્સ વગરની પિસ્તોલ અને રૂા.200 ની કિંમતના બે જીવતા કારતૂસ મળી આવતા રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એલસીબીએ અજયગીરીની પૂછપરછ હાથ ધરતા તેણે પિસ્તોલ અને કારતૂસ ઉત્તરપ્રદેશના આગ્રામાં રહેતાં વીરસીંગ નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપી હતી. તેના આધારે એલસીબીએ બે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીને પંચ બી પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular