જામનગરમાંથી યુવાને તેના ઘર પાસે પાર્ક કરેલ ઇલેકટ્રીક બાઇક ચોરી થયાના બનાવમાં એલસીબીની ટીમે તસ્કરને ઝડપી લઇ બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતાં ધર્મેશ કિશોરભાઇ નામના યુવાનના પિતાએ તેના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી પાર્ક કરેલું રૂા.43,000ના કિંમતનું ઇલેકટ્રીક બાઇક અજાણ્યા તસ્કર ચોરી કરી ગયા હતા. આ અંગે ફરિયાદના નોંધાય હતી. દરમ્યાન એલસીબીના દિલિપ તલાવડિયા અને હરદિપ ધાંધલને મળેલી બાતમીના આધારે પીઆઇ એસ.એસ.નિનામાની સુચનાથી ટીમે ખોજાનાકા પાસેથી સતાર હાજી રૂપિયા(રહે.ખોજાવાડ)નામના શખ્સને રૂા.43,000ના ચોરાઉ ઇલેકટ્રીક બાઇક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.