Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના શખ્સે 62 લાખના 16 ટ્રકોનો ભંગાર કરી નાખ્યો

જામનગરના શખ્સે 62 લાખના 16 ટ્રકોનો ભંગાર કરી નાખ્યો

ભાણવડ અને જૂનાગઢ સહિતના ચાર વ્યક્તિઓના 16 ટ્રકો કંપનીમાં ભાડે માટે રાખ્યા : દરમિયાન 16 ટ્રકો બારોબાર વેંચી માર્યા અથવા ભંગાર કરી નાખ્યો : ચાર વ્યક્તિઓની ફરિયાદના આધારે પોલીસે 62.65 લાખની છેતરપિંડીની તપાસ આરંભી

જામનગરના નાઘેડીમાં રહેતાં શખ્સે ખાનગી કંપનીમાં ટ્રક ભાડે રાખવા માટે લઇ આ ટ્રકો બારોબાર વેંચી નાખી ભંગારમાં કપાવી નાખ્યા હોવાના છેતરપિંડીના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતાં રાજેશભાઈ નગાભાઈ છેતરીયા નામના ટ્રાન્સપોર્ટર યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ નાઘેડીમાં એકલીંગ પાર્કમાં રહેતાં હરેશ ખીમજીભાઈ ભટ્ટ નામના શખ્સે રાજેશભાઈના 10 ટકા રીલાયન્સમાં ભાડેથી ચલાવવા માટે આપ્યા હતાં અને આ એક ટ્રક પૈકી 25000 રૂપિયા માસિક ભાડે રાખ્યા હતાં તે દરમિયાન રાજેશભાઈના 10 ટ્રક ખાનગી કંપનીમાં ભાડે ચાલતા હતાં તે દરમિયાન આ ટ્રકો હરેશ ખીમજીભાઇ ભટ્ટે બારોબાર વેંચી માર્યા હતાં અથવા તો ભંગારમાં કપાવી નાખી છેતરપિંડી આચરી હતી. ફરિયાદ મુજબ રાજેશભાઈના 28.20 લાખની કિંમતના 10 ટ્રકોનું હરેશ કરી નાખ્યું હતું. ત્યારબાદ પંકજગીરી ભાવગીરી અપારનાથી નામના ટ્રાન્સપોર્ટરના ત્રણ ટ્રક તથા કૌશિકગીરીનો એક ટ્રક સહિતના 14 ટ્રકો કંપનીના નામે વેંચી માર્યાનું કૌભાંડ આચર્યુ હતું.

તેમજ જૂનાગઢના રાહુલગીરી પ્રવિણગીરી મેઘનાથી નામના યુવાને પણ તેના 24.60 લાખની કિંમતના બે ટ્રકો હરેશ ખીમજી ભટ્ટને ત્રણ ખાનગી કંપનીમાં ભાડે ચલાવવા માટે આપ્યા હતાં. હરેશે આ બે ટ્રકોનો પણ ભંગાર કરી નાખ્યો હતો. આમ હરેશે ચાર વ્યક્તિઓ સાથે રૂા.62,65,000ની કિંમતના 16 ટ્રકોનો ભંગાર કરી નાખ્યાની બે ફરિયાદના આધારે પીએસઆઈ ડી જી રામાનૂજ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular