તાજેતરમાં માત્ર પાંચ વર્ષની બાળાએ જુનિયર લેવલે પાંચ કિ.મી.ની દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી તેના પરિવાર અને જામનગરનું ગૌરવ વધાર્યુ છે.
જામનગરના સિક્કામાં રહેતા અને પાવર લિફટર તુષાલસિંહની પુત્રી પ્રિયાંશીબા સોઢા નડિયાદ ખાતે યોજાયેલી સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત દોડ સ્પર્ધામાં (5 કિ.મી.) ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું નામ રોશન કર્યુ છે. આ સ્5ર્ધામાં અંદાજે 300 થી 400 સ્પર્ધકો હતાં. જેમાંથી પ્રથમ નંબર આ બાળાએ મેળવ્યો હતો અને આગામી સમયમાં ઈન્ટરનેશનલમાં ભાગ લેશે. તેમના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ પાવરલિફટર છે. તેઓ પ્રેકિટસ માટે જતાં ત્યારે તેમની પુત્રી પણ સાથે આવતી અને તેને દોડમાં રસ જાગ્યો. આ પૂર્વે પણ પ્રિયાંશીબા એ સિક્કા ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત ત્રણ કિ.મી. મેરેથોન, જામનગર ફીટ ઈન્ડિયા અંતર્ગત બે કિ.મી. સહિતની સ્પર્ધામાં ભાગ લીધો છે. તેમજ દર મંગળવારે 10 કિ.મી. દોડવાની પ્રેકટીસ કરી રહી છે.