Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતકુંડાળિયાઓ માલની નહીં, માત્ર બિલોની જ હેરફેર કરે છે !

કુંડાળિયાઓ માલની નહીં, માત્ર બિલોની જ હેરફેર કરે છે !

- Advertisement -

સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ફુલપ્રુફ જીએસટી સિસ્ટમના ધજીયા ઉડાવી બોગસ બીલીંગનો કારોબાર ચલાવી અનેક લોકો દ્વારા કરોડો રૂપિાયાની ઇન્પુટ ટેક્ષ ક્રેડિટ લઇ સરકારી તિજોરી ચુનો ચોપડી રહ્યા છે. તેને ઝડપવામાં આવી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ ઇન્ટેલીજીન્સ એજન્સીએ આ અભિયાનમાં જોડાઇને મોરબીમાંથી રૂા. 100 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લઇ માસ્ટર માઇન્ડ સહિત બે લોકોની ધરપકડ કરી છે અને રૂા.1 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. હવે તેમની પાસેથી બોગસ બીલ ખરીદનારોઓને સર્કજામાં લેવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

સેન્ટ્રલ ઇન્ટેલીજીન્સ એજન્સીના અધિકારીઓ દ્વારા બોગસ બીલીંગ કરનારાઓને શોધવા માટે ગુપ્તરાહે માહિતી ડેટા સાથે ગુપ્તરાહે માહિતી ડેટા સાથે કેટલાંક સમયથી એકત્ર કરવામાં આવી રહી છે અને આ માહિતીની ખરાઇ કરવામાં આવ્યા બાદ, મોરબીમાં અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને વિરાટ મોરડીયા અને હિંમતભાઇ અઘારા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા અને તેમના દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ બોગસ બીલનો આંક મેળવવા ડેટા મેળવવામાં આવ્યા હતા. તેની ગણતરી કરવામાં આવતા આ બંને લોકો દ્વારા અત્યાર સુધીમાં રૂા.100 કરોડના બોગસ બીલો ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. હાલ એજન્સી દ્વારા આ બંને પાસેથી બીલોની ખરીદી કરનાર સિરામિક તથા મીનરલ યુનિટના સંચાલકો કે જેમને બીલો ખરીદ કર્યા છે તેના થોકબંધ ડેટા હાથ લાગ્યા છે અને તેઓની આગામી દિવસોમાં ઇન્કવાયરી શરૂ થનાર છે. અને તેને આધારે સર્ચની કાર્યવાહી કરવાની જરૂર પડશે તો જે-તે યુનિટમાં કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular