ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસ દ્વારા તાજેતરમાં થયેલ ભારે વરસાદ અને પૂર તથા અતિવૃષ્ટિથી થયેલ નુકસાન અંગે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા સહિતના પ્રશ્નોને લઇ રજૂઆતો કરવામાં આવી હતી. આ તકે ગુજરાત કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા તથા જામનગર કિશાન કોંગ્રેસના ચેરમેન પી આર જાડેજા સહિતના ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.