Monday, June 17, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં ટ્રસ્ટની જગ્યા સંદર્ભે મુંબઇના પાંચ ટ્રસ્ટીઓ સામે વિશ્વાસઘાતની ફરિયાદ

દ્વારકામાં ટ્રસ્ટની જગ્યા સંદર્ભે મુંબઇના પાંચ ટ્રસ્ટીઓ સામે વિશ્વાસઘાતની ફરિયાદ

દ્વારકાની શાક માર્કેટ ચોકમાં આવેલી જગ્યાનું વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન કર્યો : ટ્રસ્ટીઓએ વિશ્વાસમાં લઇ યુવાન પાસેથી બે લાખની માગણી કરી : દ્વારકા પલીસે ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

દ્વારકામાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટના મુંબઈ ખાતે રહેતા ટ્રસ્ટીઓ દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ મુંબઈ રહેતા આસામી દ્વારા દ્વારકા પોલીસ મથકમાં પાંચ આસામીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

મુંબઈના બોરીવલી (વે) વિસ્તારમાં આવેલા સાંઈબાબા નગર ખાતે રહેતા રાજેશભાઈ જગદીશભાઈ મૂલચંદાણી (ઉ.વ. 35)એ ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટના ટ્રસ્ટી શાંતિકુમાર ધરમશી કાપડિયા, પ્રદીપ કાપડિયા, તેમજ ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટીના મુખત્યાર રાજેશ હરિલાલ વિભાકર તથા શાંતિકુમાર ધરમશી કાપડિયા અને ટ્રસ્ટી પાર્થ પ્રદીપ કાપડિયા અને અંશુમન પ્રદીપ કાપડિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જાહેર કરાયું છે કે આરોપીઓ ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટ એ-1844 મુંબઈના ટ્રસ્ટીઓ શાંતિકુમાર અને પ્રદીપ કાપડિયાએ ફરિયાદીના ટ્રસ્ટના કોઠારી સ્વામીને વિશ્વાસમાં લઈ, દ્વારકામાં શાક માર્કેટ ચોકની બાજુમાં આવેલા સ્વામિનારાયણના મંદિર પાસે ડુંગરશી પુરુષોત્તમ ટ્રસ્ટની સત્તાવાર મિલકતના ચોક્કસ સિટી સર્વે નંબરમાં આવેલી જુદી જુદી 601.41 અને 1012.19 ચોરસ મીટરની જગ્યા 1990માં વેચાણથી આપેલ હોય પરંતુ આજદિન સુધી ટાઈટલ ક્લિયર તેમજ દસ્તાવેજ કરી આપેલ નથી.

આ ઉપરાંત મુંબઈ ખાતે રહેતા અન્ય આરોપી ટ્રસ્ટીઓ રાજેશ હરીલાલ, શાંતિકુમાર ધરમશી, પાર્થ પ્રદીપ અને અંશુમન પ્રદીપ દ્વારા પણ ફરિયાદી રાજેશભાઈ જગદીશભાઈ મૂલચંદાણીને વિશ્વાસમાં લઈ અને તેમની પાસે ફરીથી રૂપિયા 2,00,001ની માંગણી કરેલ અને ફરિયાદીને વેચાણ દસ્તાવેજ કરી આપવા બાંહેધરી આપી હતી. જેથી ફરિયાદીએ ગત તારીખ 30-6-2023ના રોજ ડુંગરશી પરસોતમ ટ્રસ્ટના નામજોગ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા-જુનાગઢ શાખાના ચોક્કસ નંબરના ચેક મારફતે રૂપિયા 2,00,001ની રકમ આપી હતી. આ ઉપરાંત આરોપીઓએ શ્રી સ્વામિનારાયણ મંદિર-જૂનાગઢને દ્વારકા ખાતે સમજૂતી કરાર કરી આપી અને આરોપીઓ દ્વારા ફરિયાદી (ટ્રસ્ટ) સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે મુંબઈ રહેતા ટ્રસ્ટીઓ સામે આઈ.પી.સી. કલમ 406, 420 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular