Monday, June 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ભાજપા બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ - VIDEO

જામનગરમાં ભાજપા બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ – VIDEO

- Advertisement -

જામનગરમાં ભાજપા બક્ષીપંચ મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિરોધ કરાયો હતો. ભાજપાના અગ્રણીઓ કાર્યકરોએ મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

- Advertisement -

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ઓબીસી આરક્ષણ અન્ય વોટબેંકને આપી દીધું હોય આ અંગે હાઇકોર્ટ દ્વારા વર્ષ 2010થી વર્ષ 2024 સુધીનું અલ્પ સંખ્યક વોટબેંકોને આપેલ સર્ટીફીકેટ પણ રદ કરવામાં આવ્યા હતા. આથી જામનગર શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા હાઇકોર્ટના આ નિર્ણયનું સ્વાગત કરી ઓબીસીનો હકક છીનવી લેવા બદલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિરોધ કર્યો હતો. જામનગર શહેરમાં આવેલ લાલબંગલા ખાતે જામનગર શહેર ભાજપ બક્ષીપંચ મોરચના કાર્યકરો એકઠા થયા હતા. ભાજપના કાર્યકરો મમતા બેનર્જીના પૂતળા સાથે લાલબંગલા સર્કલ નજીક પહોંચતા પોલીસ દ્વારા પૂતળું જપ્ત કરી લેવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, જામ્યુકો ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપા મીડિયા સેલના ભાગર્વભાઇ ઠાકર સહિતના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહી મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular