Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારદેવપરાની યુવતી પર દુષ્કર્મ સબબ ભાટવાડિયાના શખ્સ સામે ફરિયાદ

દેવપરાની યુવતી પર દુષ્કર્મ સબબ ભાટવાડિયાના શખ્સ સામે ફરિયાદ

- Advertisement -

મીઠાપુર તાબેના દેવપરા ગામે રહેતી 21 વર્ષની એક અપરિણીત યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે રહેતો દેવાણંદ દાનસી સુમાત નામનો શખ્સ તેણીને જુનાગઢ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને બળજબરીપૂર્વક યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ પણ સુરત વિસ્તારમાં લઈ જઈને એક આસામીના તબેલાની ઓરડીમાં પણ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવતા આ અંગે યુવતી દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 376 વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular