જામનગર શહેરમાં બે દાયકા પૂર્વે નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે સાબરકાંઠા ગામના વડાલીમાંથી દબોચી લઇ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશલનમાં 2001 માં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લાં 22 વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા કિર્તી શાહ નામના શખ્સ અંગે ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, રણજીતસિંહ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામમાંથી કિર્તી અમૃતલાલ શાહ નામના જામનગરના શખ્સને દબોચી લઇ સિટી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.