વડોદરા મધ્યસ્થ જેલમાંથી ખુન કેસનો આરોપી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હોય જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે ખંભાળિયા ખાતેથી ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત મુજબ, વર્ષ 1999 માં ખંભાળિયામાં ખૂન કેસમાં સજા પામેલ આરોપી શબ્બીરમીયા અજીઝમીયા સૈયદબુખારી નામનો શખ્સ વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હોય આ દરમિયાન હાલ, ખંભાળિયા ખાતે આવ્યો હોવાની જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર તથા કાસમભાઇ બ્લોચને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ ડી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, હે.કો. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, અરવિંદગીરી ગોસાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, પો.કો. મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, એલસીબીના હેકો નિર્મળસિંહ જાડેજા તથા પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા ખંભાળિયા ખાતેથી આરોપી શબ્બીરમીયા અજીઝમીયા સૈયદને ઝડપી લઇ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પરત સોંપવા તજવીજ હાથ ધરી હતી.