વડોદરાના પાદરા તાલુકાની જેવી આર્ટસ એન્ડ એમસી પટેલ કોમર્સ કોલેજ મુવાલના આચાર્યને એસીબીએ રૂા. રપ00ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ આ કામના ફરિયાદીના સાતમા પગાર પંચનું બીજું એરિયર્સનું સ્ટીકર આપવા બાબતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની જેવી આર્ટસ એન્ડ એમસી પટેલ કોમર્સ કોલેજ મુવાલના આચાર્ય ભીખાલાલ વાલજીભાઇ મોરડીયાએ ફરિયાદી પાસે લાંચ પેટે રૂા. રપ00ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે વડોદરા એસીબીના મદદનીશ નિયામક પીએચ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ વડોદરા એસીબીના એ.એન. પ્રજાપતિ સહિતના સ્ટાફ દ્વારા જેવી આર્ટસ એન્ડ એમસી પટેલ કોમર્સ કોલેજ મુવાલના આચાર્યની ઓફિસમાં છટકું ગોઠવી આરોપી આચાર્ય ભીખાલાલ વાલજીભાઇ મોરડીયાને રૂા. 2500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.