Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર, દ્વારકા અને રાજકોટમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

જામનગર શહેર, દ્વારકા અને રાજકોટમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

રૂા.1,47,000 ની કિંમતના 14 નંગ મોબાઇલ ફોન કબ્જે : જામનગર એલસીબી દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર એલસીબીએ જામનગર શહેર, દ્વારકા તથા રાજકોટમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર બે શખ્સોને રૂા.1,47,000 ની કિંમતના 14 નંગ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સિટી બી ડિવિઝનને સોંપી આપ્યાં હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત તા.25/8/22 ના રોજ જયભાઈ ભૂપેન્દ્રભાઈ ચરાડવા પોતાની પત્ની સાથે મોટરસાઈકલમાં જતાં હતાં તે દરમિયાન અંબર ચોકડી પાસેથી બે શખ્સો મોટરસાઈકલમાં આવી ફરિયાદીના પત્નીના હાથમાં રહેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન ઝુંટવી લઇ ગયા હતાં. આ અંગે ફરિયાદીએ સિટી બી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન એલસીબીના હરદીપભાઈ ઘાઘલ, ભગીરથસિંહ સરવૈયા તથા ફીરોજભાઈ ખફીને મળેલ બાતમીના આધારે ડી.કે.વી. સર્કલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસેથી વિમલ સતિષ અગ્રાવત તથા સાગર મનસુખ સોલંકી નામના બે શખ્સોને ચીલઝડપ કરી મેળવેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા અન્ય 13 બીલ આધાર વગરના મોબાઇલ ફોનો મળી કુલ રૂા.1,47,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓની પૂછપરછ દરમિયાન વિમલ અગ્રાવતે આશરે 12 દિવસ પૂર્વે રાજકોટમાં આજી ડેમ ચોકડી પાસેથી એક વિવો મોબાઇલ ફોન, દશેક દિવસ પૂર્વે રાજકોટમાં અયોધ્યા ચોકડી પાસેથી એક ઓપો મોબાઇલ ફોન, દશેક દિવસ પૂર્વે રાજકોટમાં રામનાથ પરા સોની બજાર પાસેથી એક મોબાઇલ ફોન, નવેક દિવસ પૂર્વે રાજકોટમાં માધાપર ચોકડી આગળ વોેરા સોસાયટી પાસેથી એક મોબાઇલ ફોન, નવ દિવસ પૂર્વે રાજકોટમાં માધાપર ચોકડી પાસેથી એક સેમસંગ મોબાઇલ ફોન, નવેક દિવસ પૂર્વે આરોપી જામનગર આવતો હતો તે દરમિયાન રાજકોટમાં જામનગર હાઈ-વે રોડ પર ઘંટેશ્ર્વર પાસેથી એક મોબાઇલ ફોન, નવેક દિવસ પૂર્વે ધ્રોલ પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન, સાતેક દિવસ પૂર્વે દ્વારકાથી ખંભાળિયા તરફ 30 કિ.મી. દૂર પગે ચાલી જતાં માણસોની નજર ચૂકવી ઓપો, સેમસંગ તથા વિવો કંપનીના મોબાઇલ ફોન, પાંચ-છ દિવસ પૂર્વે દરેડ જીઆઈડીસીમાંથી વિમલ અગ્રાવત તથા સાગર સોલંકીએ એક વ્યક્તિ પાસેથી વિવો કંપનીના મોબાઇલ ફોન તથા પાંચેક દિવસ પૂર્વે બન્ને શખ્સે વિકટોરિયા પુલ પાસેથી વિવો તથા ઓપો કંપનીના મોબાઇલ ફોન અને ચારેક દિવસ પૂર્વે અંબર ચોકડી પાસેથી એક મોટરસાઈકલમાં પાછળ બેસેલ મહિલાના હાથમાંથી સેમસંગ કંપનીના મોબાઇલ ફોનની ચીલઝડપ કર્યાની કેફીયત આપી હતી.

- Advertisement -

આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.જે. ભોયેના માર્ગદર્શનથી પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, અજયસિંહ ઝાલા, માંડણભાઈ વસરા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular