છેલ્લાં ચાર વર્ષથી પ્રોહિબિશનના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે કચ્છના રાપર ગામેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના બે ગુનામાં છેલ્લાં ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી માવજી બાબુ ગાંગાસ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં હોવાની પેરોલ ફર્લો સ્કવોડના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા તથા કરણસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તેમજ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એ.એસ.ગરચર, એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના હેકો. નિર્મળસિંહ જાડેજા અને પો.કો.બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સાઇ ગામેથી આરોપી માવજી બાબુ ગાંગાસને ઝડપી લઇ ધ્રોલ પોલીસને સોંપી આપ્યો હતો.