Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં વેપારીને દંડ-સજાનો હુકમ

ચેક રિટર્ન કેસમાં વેપારીને દંડ-સજાનો હુકમ

- Advertisement -

જામનગરના રહીશ નિરુભા ગંભીરસિંહ જાડેજાએ મનસુખભાઇ નાનજીભાઇ ચોવટીયાને સંબંધદાવે હાથઉછીના બે લાખ રૂપિયા આપેલા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે મનસુખે પોતાના ધી નવાનગર કો-ઓપ. બેંક લિ.નો બે લાખ રૂપિયાનો ચેક આપેલ હતો. જે ચેક નિરુભાએ પોતાના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે પરત ફરેલ હતો. જેથી નિરુભાએ પોતાના વકીલ મારફત નોટીસ આપેલ હતી. છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા નિરુભાએ પોતાના વકીલ મારફત જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ કેસ દાખલ કરેલ હતો. જે કેસ જામનગરમાં 11માં એડી. ચી. જ્યુ. મેજી. સ્પે. નેગોશિયેબલ અદાલતના જજ આર.બી. ગોસાઇની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી મનસુખ ચોવટીયાને એક વરસની સાદી કેદની સજા તથા બે લાખ રૂપિયાના દંડનો હુકમ કરેલ હતો. દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. આરોપી દંડની રકમ ભરપાઇ ન કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ મિતેશ પટેલ, જયદીપસિંહ જાડેજા, એચ.એમ. ધામેલીયા, મણિલાલ કલસરીયા, ગૌરાંગ મુંજપરા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular