Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં ત્રણ માસની સજા

ચેક રિટર્નના કેસમાં ત્રણ માસની સજા

- Advertisement -

જામનગરમાં બાલાજી વાયર કટના નામથી વ્યવસાય કરતા મયુર પ્રદિપભાઈ બકરાણીયા જીઆઈડીસી ફેઈસ-3 દરેડ ખાતે વિજય એન્જીનિયરીંગના નામથી ધંધો કરતા હિતેશભાઈ આર. ખોડાડિયા બ્રાસપાર્ટના મશીન મેન્યુફેકચરીંગનો ધંધો કરે છે. બાલાજી વાયર કટ દ્વારા કરી આપેલ જોબવર્કની મજુરીની લેણી નિકળતી રકમ સંબંધે વિજય એન્જીનિયરીંગ દ્વારા રૂા.25000 નો ધી નવાનગર કો-ઓ. બેંક લી. દરેડ શાખાનો ચેક આપ્યો હતો.

- Advertisement -

જે ચેક બાલજી વાયર કટ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા નાણાંના અભાવે ચેક પરત ફર્યો હતો. જેથી બાલાજી વાયર કટ દ્વારા પોતાના વકીલ મારફત નોટિસ આપી હતી તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલી નહીં આપતા બાલાજી વાયર કટના પ્રોપરાઇટર મયુર પ્રદિપભાઈ બકરાણિયા દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતાં એડી. ચીફ જ્યુડીશીઅલ મેજી. એ.ડી. રાવ દ્વારા આરોપી વિજય એન્જીનિયરીંગ વારા હિતેશભાઈ આર. ખોડાડિયાને ત્રણ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.25000 થી બમણી રકમ 50000 નો દંડનો હુકમ કર્યો છે.

જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. જો આરોપી દંડની રકમ ચૂકવી આપવામાં કશુર કરે તો આરોપીઓએ વધુ 15 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે અને આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઈસ્યૂ કરવા તથા તેની અમલ બજવાણી માટે ડીએસપી જામનગરને મોકલી આપવા આથી હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરીકે વકીલ રાહુલ જે. પરમાર તથા અમિત જે. પરમાર રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular